ધરમપુર: તાલુકા સહિત જિલ્લામાં વરસાદને અનુલક્ષીને પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અનુરોધ
૨૮ ઓક્ટોબર મંગળવારના 5:30 કલાકે જાહેરનામા દ્વારા આપેલી વિગત મુજબહવામાન ખાતા દ્વારા વલસાડ જિલ્લામાં તા.૦૧-૧૧-૨૦૨૫ સુધી છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા ખેડુતોને સંદેશ આપવામાં આવ્યો છે.