રાણપુર: રાણપુર પોલીસની મધ્યરાત્રીએ સરાહનીય કામગીરી,મહિલા ઘરે બોલાચાલી થતા બાળકોને લઈને ઘરેથી નીકળી ગઈ,પોલીસેસમજાવી ઘરે પરત મોકલી
Ranpur, Botad | Sep 19, 2025 બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ખાતે રવિરાજ હોટલ પાસે એક મહિલા ને ઘરે બોલાચાલી થતા પોતાના બાળકો સાથે ત્યાં આવી પહોંચી હતી જ્યારે આ બાબતેની જાણ રાણપુર પોલીસને મધ્યરાત્રીએ થતા રાણપુર પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી મહિલાને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી તેને સમજાવી તેના પતિને બોલાવી પતિ-પત્ની ને સમજાવી આ મહિલાને પોતાના પતિ સાથે ઘરે પરત મોકલીને પ્રસંશનીય કામગીરી કરી છે.