ગોધરા: ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ એ વિસ્તૃત માહિતી આપી
નવા વર્ષના આરંભ સાથે કોંગ્રેસ પાર્ટી માં ગાબડું, મોરવા હડફ વિધાન સભા મત વિસ્તાર ના 200 થી વધુ કોંગ્રેસ ના કાર્યકરો ભાજપમાં જોડાયા,ગોધરા તાલુકાના મેરપ ગ્રામ પંચાયત સરપંચ સહિત ના સભ્યો ભાજપમાં જોડાયા,વાજતે ગાજતે કોંગ્રેસ પાર્ટી ના કાર્યકરો ભાજપમાં જોડાયા,ગોધરા કમલમ ખાતે મોરવા હડફ ધારાસભ્ય નિમિષા બેન સુથાર જિલ્લા બીજેપી પ્રમુખ મયંક ભાઈ દેસાઈએ ભાજપ માં જોડાનાર તમામ કાર્યકર ને ખેસ પહેરાવી સ્વાગત કર્યું