નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી અને મંથરગતિએ ચાલતા કામને પગલે સાબરકાંઠા જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના ઈડર-ભિલોડાને જોડતા 168-G નેશનલ હાઈવે રોડ પર ઈડરના રેવાસ નજીક બની હતી.અકસ્માત ઓટો રીક્ષા અને ઇકો કાર વચ્ચે થયો હતો. આ ગમખ્વાર ટક્કર એટલી જોરદાર હતી કે બે