ચૌટા ગામે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તથા પોષણ માસની ઉજવણી અંતર્ગત નિદાન-સારવાર કેમ્પ યોજાયો, 106 દર્દીઓને સારવાર અપાઈ
Porabandar City, Porbandar | Sep 17, 2025
૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તથા સપ્ટેમ્બર માસ – પોષણ માસની ઉજવણીના ભાગરૂપે આજરોજ ચૌટા ગામ ખાતે સરકારી આયુર્વેદ દવાખાના, ડાડુકા તથા ઠોયાણા દ્વારા સંયુક્ત ઉપક્રમે નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 106 દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને દવાઓ વિતરણ કરાઈ હતી.