તારાપુર: કલમસર ગામના જેતપુર વિસ્તારના ખેતરમાંથી 13.3 ફૂટ લંબાઈ ધરાવતા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયુ.
Tarapur, Anand | Oct 30, 2025 કલમસર ગામના આવેલ જેતપુર સીમ વિસ્તારના ખેતરમા મહાકાય અજગરે દેખા દીધી હતી. ત્યારે નજરે જોનારા ગ્રામજનો પણ ભયભીત થઈ ગયા હતા.જે અંગે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી.જેથી વનવિભાગની ટીમ અને દયા ફાઉન્ડેશ કરમસદની ટીમ સ્થળ પર પહોંચી હતી.અને લોકેશન મેળવી રસ્તેથી પસાર થતા 13.3 ફૂટ મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું.રેસ્ક્યુ કર્યા બાદ વનવિભાગની ટીમે અજગરને સુરક્ષિત જગ્યાએ કૂદરતી વાતાવરણમાં છોડી દીધો હતો.ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.