"પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અંજાર" ના ભાગરૂપે સરકાર દ્વારા આદેશ અનુસાર ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે પ્રતિબંધિત ૧૨૦ માઇક્રોનથી ઓછી થિકનેસ ધરાવતી પ્લાસ્ટિકનો ઉપયોગ થતો અટકાવવાના ભાગરૂપે આજે સાતમા દિવસે અંજાર નગરપાલિકા દ્વારા જુદી જુદી વેપારી પેઢીઓ ઉપર તપાસ કરી અંદાજીત રૂપિયા ચાર હજાર ની કિંમતનો અંદાજે ૩૮ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ દંડનીય કાર્યવાહી કરી રૂપિયા ૧૩૦૦/- દંડની રકમ વસૂલ કરવામાં આવી હતી.