વ્યારા: વ્યારા તાલુકાના કાંજણ ગામની સીમમાં નેશનલ હાઈવે પર ભુવા પડતા હાઇવે તંત્ર દોડતું થયું.
Vyara, Tapi | Sep 16, 2025 વ્યારા તાલુકાના કાંજણ ગામની સીમમાં નેશનલ હાઈવે પર ભુવા પડતા હાઇવે તંત્ર દોડતું થયું.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાંજણ ગામની સીમ માંથી પસાર થતા વાપી શામળાજી નેશનલ હાઈવે પર મસમોટા ભુવા પડતા મંગળવાર ના રોજ 11 કલાકની આસપાસ હાઇવે તંત્ર દોડતું થયું હતું.અને કર્મચારીઓ ખડકી દેવામાં આવ્યા હતા.જેમાં ગળનાળા ની નીચેનો ભાગ ધોવાઈ જતા રોડ પર ત્રણ જેટલા ભુવા પડી ગયા હતા.