જામનગર: મિયાત્રા ગામે કૃષિ મંત્રીએ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહુર્ત કર્યા
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના મિયાત્રા ગામે રૂ.૧૭ લાખના ખર્ચે નિર્માણ પામેલ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ અને રૂ.૭લાખ ૭૫હજારના ખર્ચે ગ્રામ પંચાયત ભવન પાસે સીસી રોડ અને પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલના કામનું ખાતમુહુર્ત કર્યું હતું.