વરિષ્ઠ અધિકારીઓની સૂચના તથા પીઆઈ એમ.ડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ચોરીમાં ગયેલ મો.સા.તથા આરોપી શોધવા પ્રયત્નશીલ હતા,દરમ્યાન ખાનગી બાતમી હકિકત આધારે ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે આરોપી નિખીલ નિરંજસિંગ રાજપુતને પકડી યુક્તી-પ્રયુક્તીથી પુછપરછ કરતા ચોરીની અન્ય 2 મો.સા. મળી આવી હતી જેથી આરોપી નિખીલ નિરંજસિંગ રાજપુત પાસેથી 90,000 કિંમતની ત્રણ મોટરસાયકલ કબજે કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવી છે.