ગોંડલ બી ડિવિઝન પોલીસે એક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે રીઢા ચોરોને ઝડપી પાડ્યા
Gondal City, Rajkot | Oct 14, 2025
ગોંડલ બી ડિવિઝન પોલીસે એક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે રીઢા ચોરોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹1.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગત 1 ઓક્ટોબર, 2025ના રોજ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, અજાણ્યા ચોરોએ ફરિયાદીના મકાનમાંથી રોકડા ₹20,000 અને સોનાના દાગીના સહિત કુલ ₹1.50 લાખની માલમત્તાની ચોરી કરી