મહુવા: મહુવામાં વૃદ્ધા સાથે છેતરપિંડી: રૂપિયાની લાલચ આપી ₹48 હજારના સોનાના કાપ લઈને ફરાર
મહુવા શહેરમાં એક 65 વર્ષીય વૃદ્ધા સાથે છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બે અજાણ્યા શખ્સોએ વાતોમાં ભોળવી રૂપિયાની ગડી આપ્યાનો વિશ્વાસ અપાવી તેમના કાનમાં પહેરેલા આશરે ₹48 હજારના સોનાના કાપ લઈ ફરાર થઈ જતાં મહુવા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી મુક્તાબેન મનુભાઈ જાદવભાઈ રાઠોડ, રહે. પીપળવા ગામ, તા. ખાંભા, જિ. અમરેલી, પોતાની દીકરીની ખબર કાઢીને પરત ફરી રહ્યા હતા. તા. 22 જૂન 2026ના રોજ સવારે મહુવા મેઘદૂત સિનેમા પાસેથી બસ સ્ટેશન તરફ જતા સ