ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલની અધ્યક્ષતામાં સોશિયલ મીડિયા કમિટી અને નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ. બેઠકમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત પ્રચાર-પ્રસાર, સોશિયલ મીડિયા હેન્ડલિંગ, કંટ્રોલ રૂમ, IT અને વલ્નરેબલ વિસ્તારો વિષે કામગીરીની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.એન. ચૌધરી સહિત જિલ્લાના નોડલ અધિકારીઓ હાજર રહ્યા.