ડભોઇ: ચાંદોદ તીર્થક્ષેત્રે સર્વ પિતૃ અમાસે પિંડદાન માટે ભક્તોની ઉમટી
વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે આજે ભાદરવા વદ સર્વ પિતૃ અમાસ નિમિત્તે સેંકડો ભક્તો ઉમટી પડ્યા. પવિત્ર નર્મદા સ્નાન સાથે પિંડદાન, પિતૃ તર્પણ અને શ્રાદ્ધવિધિ કરીને શ્રદ્ધાળુઓએ સદગત પિતૃઓના મોક્ષની કામના કરી. સ્થાનિક બ્રાહ્મણોના માર્ગદર્શન હેઠળ નદી કિનારા, આશ્રમો અને મંદિરો ખાતે વિધિપૂર્વક પિતૃ કાર્ય કરવામાં આવ્યું.