મહેમદાવાદ: ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ધારાસભ્યશ્રી દ્વારા બેસતાવર્ષે ભવ્ય મિલનસાર મુલાકાત કાર્યક્રમ યોજાયો
મહે. માંકવા રોડે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા બેસતાવર્ષે ભવ્ય મિલનસાર શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો.જેમાં નવનિયુક્ત કેબિનેટમંત્રીશ્રી એવા સંજયસિંહ મહિડા, કાર્યકર્તાઓ, સરપંચશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી,કાઉન્સિલરો, પત્રકારમિત્રો,મહે.શહેર તૅમજ તાલુકાના મોટી સંખિયામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નવા વર્ષના નૂતનવર્ષાભિનંદન સાથે સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવી હતી.