સુરતના ચૌટા બજાર વિસ્તારમાં દિવાળીની ધૂમ ખરીદી નીકળી છે. વિવિધ જિલ્લાઓમાંથી આવતા લોકોમાં દિવાળીની ખરીદીને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૌટા બજાર વિસ્તારમાં ખરીદી માટે લોકોનો ઘસારો જોવા મળતા સારા વેપાની આશા વેપારીઓને જાગી છે. અલગ અલગ ચીજ વસ્તુઓ પર જીએસટી ના દરમાં આ વખતે ઘટાડો થતાં લોકો મન મૂકીને ખરીદી કરી રહ્યા છે. જેની અસર બજારમાં નીકળેલી ખરીદી પરથી જોવા મળી રહી છે.