ભિલોડા: ભીલોડા તાલુકામાં ટોરડા ગામના યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યોઃ વિસ્તારમાં ચકચાર.
ભીલોડા તાલુકામાં મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે.ટોરડા ગામના ૨૮ વર્ષીય પરેશકુમાર શામળભાઈ ચેનવા નો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો હોવાનું બહાર આવ્યું છે.મૃતદેહ ખુશાલપુરા ગામના ખેતરમાંથી મળી આવ્યો હતો. ગઇકાલથી ગુમ થયેલા પરેશકુમાર અંગે પરિવારજનો ચિંતિત હતા.ત્યારે તેમની લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ ભીલોડા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.મૃતદેહને પી.એમ.માટે ખસેડાયો.