પોશીના: શહેરની આઈ.ટી.આઈ ખાતે થી ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન ૩.૦ નો શુભારંભ કરાયો
આજે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન ૩.૦ નો પોશીના શહેરની આઇટીઆઇ થી શુભારંભ કરવાયો હતો. જેમાં કિશોરાઅવસ્થા, વ્યસન મુક્ત જીવન, વિકસિત ભારત-સ્વસ્થ ભારતનો સંકલ્પ, વ્યસનથી નુકસાન, વ્યસન છોડવાના ઉપાયો, તમાકુ નિયંત્રણ અધિનિયમની કલમો, તમાકુ મુક્ત ગામ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિદ્યાર્થી ભાઈઓ બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.