સાણંદ: અસલાલી પોલીસને ‘ચશ્મા’ પહેરાવો કે પછી ‘હપ્તા’ ની અસર છે? જનતાએ દારૂ પકડ્યો ને પોલીસ ‘કુંભકર્ણ’ની નિંદ્રામાં!
અસલાલી પોલીસને ‘ચશ્મા’ પહેરાવો કે પછી ‘હપ્તા’ ની અસર છે? જનતાએ દારૂ પકડ્યો ને પોલીસ ‘કુંભકર્ણ’ની નિંદ્રામાં! અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં એક ગજબનો કિસ્સો બન્યો છે! જે દારૂ પોલીસના સીસીટીવી કે બાતમીદારોને નથી દેખાતો, તે આજે અસલાલીની જનતાને દેખાઈ ગયો. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી રાજેશ સોની અને સ્થાનિક રહીશોએ ‘સિંઘમ’ બનીને દારૂના અડ્ડા પર એવી રેડ કરી...