ભુજ: ભારતનગરમાં 32 વર્ષીય મહિલાએ એસિડ પી લેતા મોત
Bhuj, Kutch | Nov 19, 2025 શહેરના ભારતનગર વિસ્તારમાં રહેતા 32 વર્ષીય મહિલાએ કોઈ કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ 32 વર્ષીય રશીદાબેન રશીદભાઈ કુરેશીએ આત્મઘાતી પગલું ભરી લીધું હતું.બનાવ મંગળવારે બાર વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગી મહિલાએ કોઈ કારણોસર પોતાના ઘરે એસીડ ગટગટાવી લીધો હતો.બનાવ બાદ તેને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા