મહુવા: મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સર્વત્ર વરસાદી માહોલ
મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સર્વત્ર વરસાદી માહોલ ભાવનગર જિલ્લાના મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શહેર સહિત આસપાસના અનેક ગામોમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમી તથા ઉકળાટમાંથી રાહત મળી હતી. વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વરસાદના આગમનથી ખેતરોમાં ભેજનું પ્રમાણ વધ