મહુવા: કટના અભાવે જોખમ: મહુવા હાઈવે પર ફરી અકસ્માત, વાહનચાલકો પરેશાન
મળતી માહિતી મુજબ ઉમણીયાવદર ચોકડી પાસે એક લોડિંગ ટ્રેક્ટર રોંગ સાઈડમાં આવી રહ્યું હતું, તે દરમિયાન ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર હાઈવે ઉપર આડું થઈ ગયું હતું. આ ઘટનાના કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.