સચિન જીઆઇડીસી પોલીસે માહિતીના આધારે સોમવારના રોજ બપોરના સમય દરમિયાન પ્રતિબંધિત ગાંજા ના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે માહિતીના આધારે સચિન જીઆઇડીસીના શિવાંજલી સોસાયટીના ગેટ પાસેથી પસાર થતા અજીત નિષાદ ને ઝડપી પાડ્યો હતો. જેની ઝડતી લેતા તેની પાસેથી પ્રતિબંધિત 175 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે કબજે કરી આગળની કાર્યવાહી સચિન જીઆઇડીસી પોલીસે હાથ ધરી હતી.