ગોધરા: ચર્ચ સર્કલ પાસે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી કરી,બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ અને લાયસન્સ વગરના વાહનચાલકો પાસેથી દંડ વસૂલ્યો
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવમાં ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવોએ હાજરી આપી હતી. આ ધાર્મિક ઉત્સવમાં મહીસાગર જિલ્લાના પોલીસ વડા (SP) સફીન હસન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અને ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને નવરાત્રીની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના પોલીસવડા (SP) હરેશ દુધાત તેમજ રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ પણ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા.