પાલીતાણા તાલુકાના ચોંડા ગામે ધારાસભ્યની જનસંવાદ બેઠક.આજ રોજ પાલીતાણા-૧૦૨ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયાએ પાલીતાણા તાલુકાના ચોંડા ગામની મુલાકાત લઈ નાળા તથા અન્ય સ્થાનિક પ્રશ્નોને લઈ અધિકારીઓ અને આગેવાનો સાથે રૂબરૂ ચર્ચા કરી. આ દરમિયાન ગ્રામજનોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા, જેને ધારાસભ્યે મધ્યસ્થી કરીને તાત્કાલિક નિરાકરણ કરાવ્યું. જનસમસ્યાઓના ઝડપી ઉકેલથી ગ્રામજનોએ સંતોષ વ્યક્ત કર્યો.