મહેમદાવાદ: સિહુંજ જિલ્લાપંચાયત બેઠક અંતર્ગત આત્મનિર્ભર ભારત અભિયાનને સમર્પિત સ્નેહમિલન કાર્યક્રમ ધારાસભ્યશ્રીની ઉપસ્થિતીમાં યોજાયો
સિહુંજ ગામે ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં યોજાયો સ્નેહમિલન કાર્યક્રમ.જિ.પંચાયત બેઠક અંતર્ગત "આત્મનિર્ભર ભારત અભિયાન"ને સમર્પિત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.આ પ્રસંગે તા. પંચાયત પ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, તા. ભાજપ પ્રમુખશ્રી, સહિત સમગ્ર બેઠકના સરપંચશ્રીઓ, વડીલો અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખિયામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.સૌએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પાકો કર્યોં અને નવાવર્ષની હાર્દિક શુભેચ્છાઓ સાથે એકતા અને વિકાસનો સંદેશ આપ્યો.