વિસનગર શહેરના સુંશી રોડ ઉપર તેમજ કમાણા ચોકડી માર્કેટ પાસે બાતમીને અાધારે શહેર પોલીસે રેડ કરી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 35 રીલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે 21 હજારનો ચાઇનીઝ રીલનો મુદ્દામાલ કબજે લઇ અા અંગે ઝડપાયેલ શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.