હાલોલ: હાલોલના સુરા ગામે બાઇક ચાલકે રસ્તે ચાલતી મહિલાને અડફેટે લેતા સર્જાયો અક્સ્માત, બે લોકો થયા ઇજાગ્રસ્ત
હાલોલના વડાતળાવ નજીક આવેલ સુરા ગામે આજે રવિવારે સાંજના સુમારે બાઇક ચાલકે રસ્તે ચાલતી મહિલાને અડફેટે લેતા બંને ઇજાગ્રસ્ત થયા હતા.વડા તળાવના રહેવાસી નવીનભાઈ રાઠવા મજૂરી કામ અર્થે ગામ બહાર ગયા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમ્યાન સુરા ગામની સીમ પાસે તેમની બાઇક એક મહિલા સંગીતાબેનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.અક્સ્માતમાં બંનેને ઈજાઓ પહોચતા હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે