ગોધરા: સેન્ટ આર્નોલ્ડ સ્કૂલમાં પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ, સાંસદ ડો.જશવંતસિંહ પરમારે કર્યું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યભરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં કુલ નવ કેન્દ્રો ખાતે શિબિરો યોજાઈ હતી. જે પૈકીનું મુખ્ય કેન્દ્ર ગોધરાની સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.