સાવલી: વડોદરા / સાવલી
સાવલીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિનાં નિમિત્તે પૂજન આયોજન
Savli, Vadodara | Nov 21, 2025 વડોદરા / સાવલી સાવલીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિનાં નિમિત્તે આજે સાવલી કોલેજ ખાતે વિધિવત પૂજન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત પૂજનવિધિથી કરવામાં આવી હતી. ABVPના કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના અગ્રણીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી પૂજનમાં ભાગ લીધો હતો.