અમદાવાદ શહેર: બહેરામપુરા વિસ્તારમાં કુખ્યાત આરોપીના ઘરે ફેરવાયું બુલડોઝર
રફીક વેપારીએ કોઇપણ મંજૂરી વગર બહેરામપુરાના ફેસલનગર વિસ્તારાં ત્રણ માળનું મકાન બાંધ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલા જ ગેરકાયદેસર દબાણ હટાવવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસ આપવામાં આવી છતા ગેરકાયદેસર મકાનને હટાવવામાં આવ્યું નહેતું. તે બાદ કોર્પોરેશનની ટીમ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.