અમદાવાદ શહેર: દાણીલીમડા વિસ્તારમાં એક બાદ એક છરીના 4 ઘા ઝીંક્યા, CCTV, ભોગ બનનારનું નિવેદન
દાણીલીમડા વિસ્તારમાં પરિણીતા પર છરી વડે હુમલો થતાં ચકચાર. તું એકલી ક્યાં ફરે છે, મારી સાથે વાત કેમ નથી કરતી, એમ કહીને યુવકે પરિણીતાને બેકરીમાં છરીના ઘા ઝીંકી દીધા હતા. યુવકે અગાઉ પણ પરિણીતાના સંબંધીઓ પર તલવાર વડે હુમલો કર્યો હતો, જે કેસ હજુ કોર્ટમાં ચાલે છે. પરિણીતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી.