મોરવા હડફ તાલુકામાં 9 કરોડ રૂ.ના અંદાજિત ખર્ચે બનનારા આધુનિક તાલુકા સેવા સદનનુ ખાતમુહૂર્ત આજે શૂર્કવારના રોજ રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામા કરાયુ હતુ આ કાર્યક્રમમાં ધારાસભ્ય નીમિષાબેન સુથાર,જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત સભ્યો સહિત અનેક આગેવાનો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.