સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે રવિ સિઝનનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતો દ્વારા શિયાળુ પાકમાં ઘઉં, જીરું ચણા સહિતના પાકો નું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે ગત વર્ષે અત્યાર સુધીમાં 261870 હેક્ટરમાં વાવેતર થયું હતું જ્યારે આ વર્ષે 266916 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવતા પાંચ હજાર હેક્ટરનો વધારો જોવા મળ્યો છે.