: રાજકોટ-ગોંડલ હાઈવે પર પારડીના પુલ પાસે શનિવારની મોડી રાત્રે એક નશામાં ટલ્લી પોલીસકર્મીએ પોતાની કાર પુલ નીચે ઉતારી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ પોલીસની છબી ખરડાઈ છે.મળતી માહિતી મુજબ, શનિવારની રાત્રે રાજકોટ-ગોંડલ હાઈવે પરથી પસાર થઈ રહેલા એક પોલીસકર્મીએ ફૂલ નશો કરેલી હાલતમાં કાર ચલાવી રહ્યા હતા. પારડીના પુલ પાસે પહોંચતા જ નશાના કારણે કાર પરથી કાબૂ ગુમાવતા કાર સીધી પુલના રેલિંગ તોડીને નીચે ખાબકી હતી.