અમદાવાદ શહેર: ત્રણ દરવાજાથી પાનકોર નાકા સુધી ગેરકાયદે પાથરણાં-પાર્કિંગને લઇ ટ્રાફિકની સમસ્યા વકરી
ત્રણ દરવાજા વિસ્તારથી લઈને પાનકોરનાકા સુધીના રોડ ઉપર ગેરકાયદેસર પાથરણાવાળાઓ રોડ પર બેસી જાય છે જેના કારણે ટ્રાફિક થાય છે અને દુકાનમાં ગ્રાહકો પણ આવી શકતા નથી. વેપારીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને સ્થાનિક પોલીસને પણ આ બાબતે રજૂઆત કરી છે છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે કાર્યવાહી કરવાની વેપારીઓએ માગ કરી છે.