જાફરાબાદ: જાફરાબાદના સરવડા ગામે 2 સિંહીઓની લટાર, શિકારની શોધમાં શેરીમાં ફરતા સિંહોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
જાફરાબાદ તાલુકાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફરી એક વખત સિંહોની લટાર જોવા મળી છે. સરવડા ગામમાં બે સિંહીઓ રાત્રિના સમયે શિકારની શોધમાં ગામની શેરીમાં ફરતી દેખાઈ હતી. આ દૃશ્યો ગામમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થયા છે. સિંહીઓ શાંતિથી શેરીમાં ફરતી હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ગામલોકોમાં આ દૃશ્યોને લઈને આશ્ચર્ય અને રસ જાગ્યો છે, જ્યારે વન વિભાગે સિંહોના હલનચલન પર નજર રાખી છે