નડિયાદમાં શ્રી સંતરામ વિદ્યાલય ખાતે ફાઇબર ફ્રોડ બાબતે આચાર્ય એ આપી માહિતી. વાલીઓ સાવધાન, સ્કૂલના નામે ફોન આવે તો OTP ના આપતા.નડિયાદ શહેરમાં સાયબર ઠગોએ છેતરપિંડીનો નવો કીમિયો અપનાવી વાલીઓને નિશાન બનાવી રહ્યા છે. નડિયાદની શ્રી સંતરામ મંદિર સંચાલિત શાળાના નામે વાલીઓનો સંપર્ક કરી એકથી વધુ વાલીઓ સાથે સામૂહિક છેતરપિંડી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે.