સુરતના ડિંડોલી વિસ્તારમાં યોગ્ય કામ ન મળવાના કારણે હતાશ થઈને એક યુવકે આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. મૂળ મહારાષ્ટ્રના વતની એવા યુવકે ઘરમાં જ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.મૃતક યુવકનું નામ જયેશ તિલકચંદ જગદાળે છે.તે હાલમાં ડિંડોલી સ્થિત મહાદેવનગર સોસાયટી વિભાગ-2માં રહેતો હતો. જયેશ છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.