લખપત: ગુનેરી શિવકથામાં ધારાસભ્યનું સન્માન કરાયું
Lakhpat, Kutch | Nov 4, 2025 ૐ નમઃ શિવાય.... લખપત તાલુકાના ગુનેરી ગામે પ.પૂ.શ્રી ગીરીબાપુ ના શ્રીમુખે આયોજિત 'શિવ મહાપુરાણ કથા' પ્રસંગે હાજરી આપી એવમ્ કથા રસપાન કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું... ભગવાન ભોળાનાથના મહિમાથી ઓતપ્રોત આ પવિત્ર પ્રસંગે ગામના વડીલો અને શ્રદ્ધાળુઓ સાથે બિરાજીને અધ્યાત્મિક શાંતિ અને ભક્તિની અદભૂત અનુભૂતિ થઈ. જય ભોળાનાથ.. હર હર મહાદેવ! 🔱