બોટાદ LCB પોલીસી ઉમરાળા પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના આરોપીને શહેરના ગઢડા રોડ ઉપરથી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
Botad City, Botad | Sep 16, 2025
બોટાદ જિલ્લા વડા દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે અસરકારક કામગીરી કરવાની સૂચના આપવામાં આવેલ હોય જે સૂચનાને લઈને બોટાદ LCB પોલીસે બાતમીના આધારે બોટાદ શહેરમાં ગઢડા રોડ ઉપર થી ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ચોરીના મોટરસાયકલ સાથે અસરફભાઈ અબીબભાઈ આકબાણી નામના ઈસમને ઝડપી પાડ્યો GJ-05-KN-4252 નંબરના મોટરસાયકલ સાથે લઈ તેના વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.