આજે તારીખ 12/01/2026 સોમવારના રોજ સવારે 11 કલાકે સુધીમાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના, આત્મવિશ્વાસ અને સંકલ્પશક્તિ વિકસે તે હેતુથી વિવેકાનંદના વિચારોથી માર્ગદર્શન આપવામાં આવ્યું.ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક પ્રાંગણમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ભાવભરી રીતે ઉજવાઈ હતી. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદના જીવન, વિચારધારા અને આદર્શો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેથી વિદ્યાર્થીઓ તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી શકે.