પાલીતાણા તાલુકાના આદર્શ ગામ રાણપરડાના વતની પી.પી. સવાણી ગ્રુપ દ્વારા કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોના બાળકોની સ્કૂલ તથા કોલેજ ફીની જવાબદારી ઉઠાવી સહાયના ચેક અર્પણ કરાયા. રાણપરડા સ્થિત પી.પી. સવાણી ફાર્મ હાઉસ ખાતે આયોજિત કાર્યક્રમમાં માવઠાથી ખેતીને નુકસાન વેઠનારા ખેડૂતોના દીકરા-દીકરીઓને શિક્ષણ ચાલુ રહે તે હેતુથી આ સહાય આપવામાં આવી. સાથે જ ગામનું નામ રોશન કરનાર સરકારી કર્મચારીઓને “વતનના રતન” તરીકે સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં મહેશભાઈ સવાણી