ભરૂચ: ભરૂચના શુકલતીર્થ ગામની ફરતે પૂનમ સુધી શરૂ થયેલ પરિક્રમામાં આજે 1200થી વધુ લોકો જોડાયા હતા.
નર્મદા પુરાણમાં ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામની પરિક્રમાનો અનેરો મહિમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જેના ભાગરૂપે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનો અને દૂર દૂરથી આવતા ભાવિક ભક્તો દ્વારા શુકલતીર્થની પરિક્રમા કરવામાં આવે છે.આજથી આ પરિક્રમાનો પ્રારંભ થયો હતો.પહેલા જ દિવસે 1200થી વધુ પરિક્રમાવાસીઓ જોફાય હતા.અને ગામની પરિક્રમા કરી પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે છે અને સાત જન્મોના પાપ અહીંયા નાશ પામતા હોવાની માન્યતા છે.