મહુવા: મહુવામાં કોળી સેનાના પ્રમુખ પર જીવલેણ હુમલો, CCTV વીડિયો આવ્યા સામે
મહુવામાં કોળી સેનાના પ્રમુખ મુકેશભાઈ મનુભાઈ ઢાપા પર જીવલેણ હુમલાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનાના CCTV વીડિયો પણ હવે સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ક્રિકેટ મેચ દરમિયાન થયેલા ઝઘડામાં પહેલા મુકેશભાઈના દીકરાને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ મામલો શાંત કરવા અને સમજાવવા ગયેલા મુકેશભાઈ ઢાપા પર દાઝ રાખી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમ