સાગબારા: ડેડીયાપાડા સાગબારા તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસુ મકાઈનો મકબલ પાક ઉતરવાની સંભાવના.
ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં 95 ટકા આદિવાસી ખેડૂતો વસે છે આ ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે અને આ બે તાલુકામાં મકાઈ નો પાક સૌથી વધુ અને મહત્વનો છે આ બે તાલુકામાં ખેડૂતો દ્વારા મકાઈનો પાક વર્ષમાં ત્રણ વાર લેવામાં આવે છે ચોમાસામાં વરસાદ પડે કે તરત જ ખેડૂતો પોતાના ખેડૂતોમાં મકાઈના બિયારણ નું વાવેતર કરે છે ખેડૂતો સિંચાઈ કરીને મકાઈનો પાક લે છે ઘણા ખેડૂતો કરજણ નદી કે સાગબારા ના ખેડૂતો ચોપડવા ડેમ તેમજ ખાડી કોતરો માંથી પાક લે છે.