દિયોદર: દિયોદરનો વિધાર્થી વિક્રમ મકવાણાએ વલસાડ રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં 1નંબર મેળવી જિલ્લાનું ગૌરવ વધારયું
વી.કે.વાઘેલા હાઈસ્કૂલ દિયોદરના શિક્ષકો રાજુભાઇ દેસાઈ અને દિનેશભાઇ ચૌધરીના કોચિંગ માર્ગદર્શન હેઠળ શાળાનો વિધાર્થી વિક્રમ મકવાણા વલસાડખાતે રાજ્ય કક્ષાની 55 કિલોગ્રામ કુસ્તી સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યા છે ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લા શાળા અને સમાજનું નામ રોશન કર્યું હતું જે બાબતે શાળાના ચેરમેન પ્રવીણસિંહ જી. વાઘેલા તેમજ શાળા પરિવારે કુસ્તી સ્પર્ધામાં રાજ્યમાં 1 નંબર લાવતા શુભેચ્છાઓ પાઠવી હતી વિક્રમ મકવાણા હવે દેશ લેવલે રમશે