કાલોલ: વૈષ્ણવાચાર્ય ની હાજરીમાં ડેરોલ વૈષ્ણવ સમાજ દ્વારા ડેરોલ સ્ટેશન ખાતે ફૂલ ફાગ મનોરથ નું આયોજન કરવામાં આવ્યું
ડેરોલ સ્ટેશન ખાતે ગોવર્ધન નાથજી હવેલી ખાતે હોળીના રસિયા અને ફુલ ફાગ મનોરથ નુ આયોજન ડેરોલ વૈષ્ણવ સમાજ દ્વારા ગોવર્ધનનાથજી હવેલી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પુષ્ટિ ભકિત પ્રેરક પૂ. પા. ગો. 108 શ્રી રવિકુમારજી મહારાજશ્રી (મથુરા-કાંકરોલી-વડોદરા-ભરૂચ) , અ . સૌ શ્રીયાંગના વહુજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા સાંજના ૬ કલાકે ગોવર્ધનનાથજીના ભવ્ય દર્શન યોજાયા હતા ત્યારબાદ ફુલ ફાગ મનોરથ નું આયોજન કરવામાં આવ્યું હતુ