સાયબર ઠગાઈ અંગે જનજાગૃતિ લાવવાનો અને સિનિયર સિટીઝનને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવાનો હતો.કાર્યક્રમ દરમિયાન, વધતી જતી સાયબર ઠગાઈ, ઓનલાઈન ફ્રોડ,અજાણી લિંક્સ પર ક્લિક ન કરવા અને OTP કોઈની સાથે શેર ન કરવા જેવી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.આ સેમિનારમાં હાંસોટ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.કે.પીયેજાએ સિનિયર સિટીઝનને સતર્ક રહેવા અપીલ કરી હતી. તેમણે શંકાસ્પદ કોલ અથવા મેસેજથી દૂર રહેવા અને કોઈપણ સમસ્યાના કિસ્સામાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.