ધામા ગામે શ્રી હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન મંદિરના પૂજારી મહેશબાપુ તથા સમસ્ત ગ્રામજનોના સહયોગથી થયું છે મહંત હનુમાનદાસજી બાપુ, સર્વે સાધુ-સંતો અને પિતૃઓના મોક્ષાર્થે આ સપ્તાહનું આયોજન કરાયું છે વ્યાસપીઠ પર કથાકાર રઘુવીરસિંહ હરિહરજી પોતાની સંગીતમય શૈલીમાં ભક્તોને કથારસ આપી રહ્યા છે પોથીના મુખ્ય યજમાન તરીકે વિભાભાઇ રાઠોડે લાભ લીધો હતો.